Home EXAM TIPS શું તમારા બાળક ને ધોરણ ૫ પછી ફ્રી માં ભણાવવા માંગો છો,...

શું તમારા બાળક ને ધોરણ ૫ પછી ફ્રી માં ભણાવવા માંગો છો, તો આજે જ ઓનલાઈન ફોર્મ ભરો-Apply for Jawahar Navodaya Vidyalaya Exam 2019

108
0
Apply for Jawahar Navodaya Vidyalaya Exam 2019

જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા –2019

આપનુ બાળક જે હાલમાં ધોરણ – ૫ માં અભ્યાસ કરે છે તેને ધોરણ – ૬ માં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવાનો નિસ્વાર્થ પ્રયત્ન કરેલ છે.

જવાહર નવોદય વિદ્યાલય વિશે માહિતી

જવાહર નવોદય વિદ્યાલય વિશે જાણીએ અને તેમાં પ્રવેશ મેળવવા માટેની માહિતી મેળવીએ. જવાહર નવોદય વિદ્યાલયનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી બાળકો શહેરની પ્રખ્યાત સ્કૂલોને સમક્ક્ષ ઉચ્ચ ગુણવત્તાવાળુ શિક્ષણ મફત મેળવે તે છે. જેનો અભ્યાસક્રમ સેંટ્રલ બોર્ડ(CBSE) આધારીત હોય છે.

જવાહર નવોદય વિદ્યાલય ખૂબ જ સારી સવલત ધરાવતી અને ઉચ્ચ ગુણવત્તાવાળુ શિક્ષણ આપતી નિવાસી શાળા છે. જ્યાં રહેવા, જમવા, ગણવેશ, ચોપડીઓ, નોટબુક, તબીબી સવલત મફત આપવામાં આવે છે. તદઉપરાંત, જવાહર નવોદય વિદ્યાલયનો હેતુ આપના બાળકને શિસ્ત અને સ્વાવલંબી બનાવવાનો છે.

ગુજરાતના દરેક જીલ્લામાં એક જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે.

જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2019

જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા –2019

ધોરણ. ૫ માં  લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના ચાલુ થઇ ગયા છે.જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે.

પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે.આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે.

ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લીન્ક: https://www.nvsadmissionclasssix.in/nvs6reg/registrationPhaseOne

ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/09/2019
પરીક્ષા ની તારીખ 11/01/2020

ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

ઓનલાઈન એપ્લિકેશન પ્રક્રિયામાં 2 સ્ટેપ શામેલ છે.

  1. નોંધણી
  2. વ્યક્તિગત વિગતોની રજૂઆત (ફોટોઓ અપલોડ કરવા સહિત). કૃપા કરીને વ્યક્તિગત વિગતો ભરતા પહેલા ઉમેદવારની સહી, માતાપિતાની સહી, ઉમેદવારનો ફોટોગ્રાફ અને વર્ગ વી પ્રમાણપત્રની સ્કેન કરેલી નકલ રાખો.એસ

જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા ના ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટની જરૂર પડે છે. જેથી, સૌપ્રથમ ઓનલાઈન ફોર્મ ભરતા પેલા નીચેના બધા ડોક્યુમેન્ટ સાથે હોવા જરૂરી છે.

  • નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
  • વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
  • વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,
  • આધારકાર્ડ

નોંધ:

ઉમેદવાર નો જન્મ તા. 01/05/2001  અને 30/04/2011  ની વચ્ચે થયેલો હોવો જોઈએ.

વધુ માહિતી માટે નીચે જણાવેલ PDF ફાઇલ ડાઉનલોડ કરો.

⇓ Download

આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો.